દાદરા નગર હવેલી માં ભાજપ ના વળતા પાણી થતા દાદરા નગર હવેલી જીલ્લા પંચાયત પર કોંગ્રેસે સત્તા હાસિલ કરી છે.... ,નવા સીમાંકન મુજબ પ્રથમ વખત યોજાયેલી ચુંટણી માં દાદરા નગર હવેલી ની એક માત્ર જીલ્લા પંચાયત ની ચું ટણી માં ભાજપ નો જનાધાર ખોવાતો જોવા મળ્યો છે , જોકે કોંગ્રેસે જોરદાર અપસેટ સર્જી ને જીલ્લા પંચાયત પર કબજો મેળવ્યો છે... ,20 બેઠક વાળી જીલ્લા પં ચાયત પર યોજાયેલ ચુંટણી માં14 બેઠક પર કોંગ્રેસ અને 6 બેઠક પર ભાજપ નો વિજય થયો છે ,તો પ્રદેશ ની ગ્રામ પંચાયતો માં પણ કોંગ્રેસ નો દબદબો જોવા મળ્યો હતો....પ્રદેશ ની 20 ગ્રામ પંચાયત માં થી કોંગ્રેસે 12 અને ભાજપે 8 ગ્રામ પંચાયત પર વિજય મેળવ્યો છે ,દાદરા નગર હવેલી ના કરાડ પોલીટેકનીક કોલેજ પર યોજાયેલ મત ગણતરી કેન્દ્ર ની બહાર સવાર થી જ થીભાજપ અને કોંગ્રેસ ના ટે કેદારો આતુરતા થી પરિણામ ની રહ જોઈ રહ્યા હતા ત્યારે કોંગ્રેસ તરફી પરિણામ જોવા મળતા કોગ્રેસ ના ટેકેદારો ઉત્સાહ માં આવીઆવી ગયા હતા ,ત્યારે ભાજપ છાવણી માં સોપો પડી ગયો હતો , ઉલ્લેખનીય છે કે દાદરા નગર હવેલી જીલ્લા પંચાયત પર અત્યાર સુધી ભાજપ નું શાસન હતું ,ભાજપ પાસે 11 માંથી 8 બેઠકો સાથે સ્પષ્ટ બહુમતી હતી ત્યારે હવે આ ચુંટણી માં લોકો એ ભાજપ જાકારો આપ્યો છે અને ફરી કોંગ્રેસ ને સત્તા પર બેસાડી છે ,ત્યારે કોંગ્રેસ ના પ્રમુખ મોહન ડેલકર એ આગામી સમય માં પ્ રદેશ માં કેન્દ્ર સરકાર ની તમામ યોજના ઓ નો અમલ કરાવી ને વિકાસ ના પંથે પ્રદેશ ને લઇ જવા નો નિ ર્ધાર વ્યક્ત કર્યો છે....તો જીલ્લા પંચાયત પર સતા ખોનાર ભાજપ એ પણ પરિણામો નો ખેલદિલી થી સ્વીકાર કરી આગામી સમય માં જીલ્લા પંચાયત માં પણ વિકાસ ના મુદે ભાજપ સહકાર આપશે તેવી ખાતરી આપી છે....
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment